KuberaNowLogo
Sunday, 16/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

WhatsApp

+91 99042 77760

Global

Image

વ્હાઈટ હાઉસે ગુજરાત, પુણે અને ચેન્નઈને 'અગ્લી સિસ્ટર સિટીઝ' ગણાવ્યા! અમેરિકાની નોકરીઓ જોખમમાં મૂકવાનો આરોપ

વૈશ્વિક વેપાર જગતમાં અત્યારે એક નવો રાજકીય અને આર્થિક ગણગણાટ શરૂ થયો છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ વોર વચ્ચે અચાનક ભારતના ત્રણ અગ્રણી ઔદ્યોગિક ક્ષેત્રો—પુણે, ગુજરાત અને ચેન્નઈ—વ્હાઇટ હાઉસના ટેબલ પર ચર્ચાનો વિષય બન્યા છે. વ્હાઇટ હાઉસે પોતાના તાજેતરના અહેવાલમાં આ ત્રણ ભારતીય હબને અમેરિકન ઔદ્યોગિક શહેરો સાથે સરખાવીને એક અનોખું નામ— અગ્લી સિસ્ટર સિટીઝ—આપ્યું છે. પરંતુ ચીન સાથેના વેપાર સંઘર્ષમાં ભારતના આ શહેરોનું નામ કેમ જોડાયું? શું આ માત્ર એક સંયોગ છે કે પછી વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ચાલી રહેલી કોઈ મોટી રમતનો સંકેત? 'અગ્લી સિસ્ટર સિટીઝ' એટલે શું? વ્હાઇટ હાઉસના તાજેતરના અહેવાલ 'ધ ગ્રેટ ટ્રાન્સશિપમેન્ટ સ્કેમ: રાઇઝ, સ્કોપ અને કોસ્ટ્સ' માં ભારતના પુણે, ગુજરાત અને ચેન્નઈને અમેરિકાના સિનસિનાટી, ડેટન અને કોલંબસ સાથે સરખાવવામાં આવ્યા છે, અને તેમને ‘અગ્લી સિસ્ટર સિટીઝ’ (ugly sister cities) ગણાવાયા છે. આમ તો ‘અગ્લી’ શબ્દનો અર્થ ‘કદરૂપું’ થાય, પણ અહીં એનો અર્થ ‘નુકસાનકારક’ કરવાનો છે. આ શબ્દપ્રયોગ એવા વિદેશી ઉત્પાદન કેન્દ્રો દર્શાવવા માટે વપરાયો છે જે સમાન ઉત્પાદનો (જેમ કે પંપ અને કોમ્પ્રેસર) બનાવીને અમેરિકાના સ્થાનિક ઔદ્યોગિક ક્ષેત્રો સામે સીધી બજાર સ્પર્ધા કરે છે

Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. સુરત સહિત 6 શહેરનાં પ્રોપર્ટી માર્કેટમાંથી થશે તગડી કમાણી
  2. ડેટા સેન્ટર્સને કારણે રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. big image news share

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM