2 વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો લક્ષ્યાંક, સેમિકન્ડક્ટરથી AI સુધીના રોકાણ પર સરકારનો ભાર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આર્થિક વિકાસમાં સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સેન્ટર અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર જેવા ઉભરતા ક્ષેત્રોની ભૂમિકા વધારવાનો સંકેત આપ્યો છે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આર્થિક વિકાસમાં સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સેન્ટર અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર જેવા ઉભરતા ક્ષેત્રોની ભૂમિકા વધારવાનો સંકેત આપ્યો છે. દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ આપેલા સંદેશમાં તેમણે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના નિર્માણ માટે રાજ્યના નાગરિકોને આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ટેક્નોલોજી અને ઊભરતાં ક્ષેત્રોમાં ગુજરાત મહત્ત્વના કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે, જેના કારણે નવા ઉદ્યોગો અને MSME માટે સ્થાનિક સપ્લાય ચેઇન સાથે જોડાવાની તકો ઊભી થઈ છે.
ડેટા, AI ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે પાંચ વર્ષ માટે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી અમલમાં મૂકી છે. આ ઉપરાંત નવી ઉદ્યોગ નીતિ-2026, ડેટા સેન્ટર પોલિસી તથા શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી મારફતે નવા રોકાણ અને રોજગારી સર્જનને વેગ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.


