KuberaNowLogo
Friday, 16/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

WhatsApp

+91 99042 77760

સપ્તાહના અંતિમ દિવસે બજારમાં મિશ્ર વલણ, સેન્સેક્સ-નિફ્ટી રહ્યા રેન્જ બાઉન્ડ

બજારમાં અંતિમ દિવસે પ્રારંભિક તેજીથી થયો, પરંતુ દિવસના અંતે બજાર સાંકડી રેન્જમાં વધીને 77,540.83 પોઇન્ટ અને 24,252 પર બંધ થયુ હતુ

KuberaNow
desk@kuberanow21 Aug 2026
InstagramFacebookXLinkedIn
સાપ્તાહિક કારોબારના અંતિમ દિવસે ભારતીય શેરબજાર રેન્જ બાઉન્ડ રહ્યું હતું
AI Generated

મુંબઈઃ ભારતીય શેરબજારમાં કારોબારનો અંતિમ દિવસ શુક્રવાર 21 ઓગસ્ટ 2026 એકદમ મિશ્ર દિવસ રહ્યો હતો.  સેન્સેક્સ અને નિફ્ટીએ એટલા માટે રાહતનો શ્વાસ લીધો હતો કેમકે તે તેમનું સ્તર જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. બીએસઈ સેન્સેક્સ 3.11 પોઇન્ટ વધીને 77,540.83 પોઇન્ટ પર બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી 24,200નું સ્તર જાળવી રાખવામાં સફળ રહી 24,252 પોઇન્ટ પર બંધ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બજારના અંતિમ દિવસે પ્રારંભ 163 પોઇન્ટની તેજીથી થયો હતો. તેના લીધે બજારે 77,725ની ટોચ બનાવી હતી, પરંતુ દિવસ દરમિયાન બજાર ફરી પાછી આ ટોચ મેળવી શક્યું ન હતું.


બેન્કિંગ શેરોમાં મજબૂતાઈ

જો કે દિવસ દરમિયાન બેન્કિંગ શેરોમાં મજબૂતાઈ જોવા મળી હતી. તેથી બેન્ક નિફ્ટી 152 પોઇન્ટ વધી 57,562 થયો હતો. જ્યારે મિડ કેપ ઇન્ડેક્સ 26 પોઇન્ટ ઘટીને 63,646 પર આવી ગયો હતો. માર્કેટ બ્રેડ્થ બરોબર રહી હતી. એડવાન્સ ડેક્લાઇન રેશિયો 1:1 રહ્યો હતો. વાતને સાવ સરળ રીતે કહીએ તો બજારમાં વધનારા અને ઘટનારા શેરની સંખ્યા બરોબર રહી હતી. આના લીધે કોઈ ઇન્ડેક્સ બજારમાં એક જ દિશામાં મોટી ચાલ દર્શાવી શક્યા ન હતા.

 

વેલસ્પેન કોર્પને મળેલા જંગી ઓર્ડરથી શેર 15 ટકા વધ્યો

શુક્રવારનું બજાર રહ્યું હોય તો તે વેલસ્પન કોર્પના નામે રહ્યું હતું. કંપનીને 1.8 અબજ ડોલરનો ઓર્ડર મળ્યા પછી શેરમાં ખરીદીનું તોફાન આવ્યું. તેના પગલે કંપનીનો શેર લગભગ 15 ટકા વધીને વિક્રમજનક સ્તરે પહોંચી ગયો હતો.


શાંતિ ગીયર્સમાં લાગી અપર સર્કિટ

વેલસ્પન જેવું જ શાંતિ ગીયર્સના સર્કિટમાં જોવા મળ્યું. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ્સે બ્લોક ડીલ દ્વારા કંપનીમાં 2.7 ટકાની હિસ્સેદારી લીધી હતી. તેના પછી કંપનીના શેરમાં 20 ટકાની અપર સર્કિટ લાગી હતી. તેના પછી અર્બન કંપનીના શેરમાં આઠ ટકાનો ઉછાળો જોવા મળ્યો. આ શેરમાં તેજી પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ પછી આવી. જ્યારે કોઈ મોટી બ્રોકરેજ કંપની બિઝનેસ, કમાણી કે વેલ્યુએશન પર પોઝિટિવ રિપોર્ટ આપે છે તો તેમા સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોનો રસ વધે છે.


જેબીએમ ઓટો સાત ટકા વધ્યો

આ જ રીતે જેબીએમ ઓટોમાં લગભગ સાત ટકા વધારો જોવા મળ્યો. મીડિયા રિપોર્ટમાં કંપનીના ઇલેક્ટ્રિકલ વ્હીકલ બિઝનેસમાં બેન કેપિટલના સંભવિત રોકાણની વાત સામે આવી છે. બજારે આ સમાચારને હકારાત્મક રીતે લીધા. જો કે આ તેજી મીડિયા રિપોર્ટના આધારે હોવાથી લોકોએ ખરેખર વાસ્તવિક સમાચારની રાહ જોવી રહી.


ઇન્ડિગો નિફ્ટીમાં સૌથી વધુ ઘટનારો શેર

ઇન્ડિગોનો શેર નિફ્ટીના સૌથી વધુ ઘટનારા શેરમાં સામેલ રહ્યો. તેમા દોઢ ટકાનો ઘટાડો જોવાયો. જુલાઈમાં દેશનો એર ટ્રાફિક ચાર વર્ષના તળિયે પહોંચવાના અહેવાલે શેર પર દબાણ બનાવ્યું. એરટ્રાફિક ઓછો થવાનો અર્થ એ છે કે એરલાઇન્સને પ્રવાસીઓની સંખ્યા અને તેમની ટિકિટમાંથી થતી કમાણીની તક ઘટી શકે છે.  જો કે એરલાઇનની કમાણીમાં બીજા પરિબળો પણ હોય છે.


સુગર શેરોમાં મોટાપાયે વેચવાલી

છેલ્લા કેટલાક દરમિયાન ઉચકાયેલા સુગર શેરોમાં શુક્રવારે બરોબરની નફાકીય વેચવાલી જોવા મળી. તેના લીધે સુગર શેરોમાંથી જાણે મીઠાસ દૂર થઈ ગઈ હતી. સરકારે ઝીરો ડ્યુટીએ ખાંડની આયાતની મંજૂરી આપતા ખાંડનો પુરવઠો વધવાની સંભાવનાએ ભાવ પર દબાણ આવવાની સંભાવના છે. બલરામપુર ચીનીનો શેર લગભગ છ ટકા ઘટ્યો.


આઇટી શેરો ફરીથી દબાણ હેઠળ

નિફ્ટી આઇટીમાં બે દિવસથી ચાલતી તેજીનો સિલસિલો તૂટ્યો. એક નેગેટિવ બ્રોકરેજ રિપોર્ટ પછી આઇટી શેરોમાં વેચવાલી જોવા મળી. નિફ્ટી આઇટી આ અઠવાડિયામાં લગભગ ત્રણ ટકા ઘટ્યો. તેણે બીજા કોઈપણ સેક્ટોરલ ઇન્ડેક્સ કરતાં વધુ ઘટાડો નોંધાવ્યો.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Tags :SensexNifty 50Range Bound MarketBanking Stocks
Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Advertisement

Advertisement by KuberaNow

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM